હળવદ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કાર લઈને ધસી આવેલા પાંચ શખસોએ મહિલા અને તેના પતિને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓએ આવેશમાં આવી પોતાની કાર ફરિયાદીના પતિના મોટરસાયકલ પર ચડાવી દઈ નુકસાન પહોંચાડ્યું હતું અને પતિ પર પણ ગાડી ચડાવી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસી હનુમાનજીના મંદિર પાસે રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયા (ઉ.વ.૨૩) એ આરોપી રફીક કાદર જામ, હારૂન કાસમ, નીઝામ, સમીર રફીક જામ, સુરેશ પરમાર રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓ પોતાના હવાલાવાળી ફોરવ્હીલ ગાડી જેના રજીસ્ટર નં.GJ-36 AJ-0820 વાળી લઇને આવી ફરીયાદિના તથા સાથીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પોતાની ગાડી ફરીયાદિ પતિના મોટર સાયકલ ઉપર ચડાવી નુકશાન કરી ફરીયાદીના પતિ ઉપર જાણી જોઇને ફોરવ્હીલ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.