મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રૂ. ૧૧,૫૦૦ રોકડા તથા ગંજીપતા સાથે ઝડપી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો અર્જુનભાઇ વિષ્ણુભાઇ નકુમ (ઉ.વ.૧૯) રહે.મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી, આર્યનભાઇ બાલુભાઇ મકવાણા (ઉ.વ.૨૦) રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૧૨, મોહનભાઇ પ્રેમજીભાઇ હડીયલ (ઉ.વ.૪૨) રહે. મોરબી માધાપર શેરીનં.૨૨, રાહુલભાઇ મનુભાઇ મકવાણા (ઉ.વ.૨૫) રહે-મહેન્દ્રપરા શેરી નં-૧૦/૧૧ ની વચ્ચે મોરબી, વિવેકભાઇ હરીભાઇ ભલસોડ (ઉ.વ.૩૧) રહે-વાવડી રોડ કારીયા સોસાયટી શેરી નં-૨ મોરબી, જનકભાઇ અશોકભાઇ ભલસોડ (ઉ.વ.૨૨) રહે-વાવડી રોડ કારીયા સોસાયટી શેરી નં-૧ મોરબી, કેવલભાઇ જેન્તીલાલ ભલસોડ (ઉ.વ.૩૦) રહે-વાવડી રોડ કારીયા સોસાયટી શેરી નં-૧ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.