Homeગુજરાતમોરબીમોરબીમાં મોબાઈલની દુકાનમાંથી 40 ચોરાઉ મોબાઈલ સાથે વેપારીની અટકાયત 

મોરબીમાં મોબાઈલની દુકાનમાંથી 40 ચોરાઉ મોબાઈલ સાથે વેપારીની અટકાયત 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૪૦ સાથે એક દુકાન ધારક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા મોરબી નગર દરવાજા પાસે પરા બજાર મેઈન રોડ ઉપર આવેલ શ્રી ખેતશ્વર મોબાઈલ દુકાન ચેક ડરતા દુડાનમાં અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૪૦ મળી આવતા જેના બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમને મોબાઈલ ફોન બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી અલગ અલગ મોબાઈલ ફોન નંગ- ૪૦ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૭(૧) મુજબ કબ્જે કરી તથા ઈસમ દિનેશભાઈ ભમરારામ પુરોહિત રહે હાલ લક્ષ્મીનગર સામે ટ્રાન્સપોર્ટ નગરમા શિવશક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસમા તા.જી.મોરબી મૂળ રહે. રાજસ્થાનવાળાને બી.એન. એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular