Homeગુજરાતમોરબીમાળિયા ; તહેવારની રજાઓનો લાભ ઉઠાવી ઓઇલ મિલમાંથી રૂ. 1.98 લાખના કોપર...

માળિયા ; તહેવારની રજાઓનો લાભ ઉઠાવી ઓઇલ મિલમાંથી રૂ. 1.98 લાખના કોપર કેબલ વાયરની ચોરી

માળિયાના ખાખરેચી ગામની સીમમાં આવેલી ઓઇલ મિલને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરોએ મિલની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઇલેક્ટ્રિક મોટર તથા પેનલના આશરે રૂ. ૧,૯૮,૯૩૦ ની કિંમતના ૨૯૮ મીટર કોપર કેબલ વાયર કાપીને ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર રહેતા અને વેપાર કરતાં પરિમલભાઈ ભુપતભાઈ મણવર (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ પરિમલ એગ્રો નામનુ તેલનુ કારખાનુ ખાખરેચી ગામના પાટીયા સામે આવેલ હોય જે કારખાનાના સેડમા મુકેલ બારી કોઈ અજાણ્યા ચોર ઇસમે કોઈ હથિયાર વડે ખોલી અંદર રહેલ લોખંડની ગ્રીલને તીક્ષ્ણ હથિયારથી તોડી/કાપી અંદર પ્રવેશ કરી ઓઈલ મીલની અલગ અલગ પેનલથી ઈલેક્ટ્રીક મોટરમા તથા પેનલથી પેનલમા ઈલેક્ટ્રીક સપ્લાય માટે લાગેલ અલગ અલગ ગેજના કોપરના કેબલ વાયર આશરે ૨૬૮ મીટર જેની કિંમત રૂ.૧,૯૮,૯૩૦/-ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular