Homeગુજરાતમોરબીશક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ 100% ભરાતાં એલર્ટ: નદીપટના 9 ગામોના લોકોને સાવચેત...

શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ 100% ભરાતાં એલર્ટ: નદીપટના 9 ગામોના લોકોને સાવચેત રહેવા તંત્રની ચેતવણી

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) જળ સંપત્તિ યોજના હેઠળનો ડેમ રુલ લેવલ મુજબ ૧૦૦% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ હોવાના કારણે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે. તંત્ર દ્વારા ડેમમાંથી ૪૩૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો શરૂ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કલેક્ટર અને રાજકોટ સિંચાઈ વર્તુળ સહિતના અધિકારીઓને આ અંગેની તાકીદની જાણ કરવામાં આવી છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ૯ ગામોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. જેમાં (૧) સુસવાવ, (૨) કેદારીયા, (૩) ધનાળા, (૪) રાયસંગપુર, (૫) મયુરનગર, (૬) મિયાણી, (૭) ચાડધ્રા, (૮) ટીક્કર અને (૯) માનગઢ ગામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા, ઢોર-ઢાંખરને નદીપટમાં ન જવા દેવા તથા પોતાની માલ-મિલકત પ્રત્યે પૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular