Homeગુજરાતમોરબીમોરબીના મહેન્દ્રનગરમાં બિસ્માર રસ્તાઓને લઈ કમિશનરને રજૂઆત: ઉગ્ર આંદોલનની ચીમકી  

મોરબીના મહેન્દ્રનગરમાં બિસ્માર રસ્તાઓને લઈ કમિશનરને રજૂઆત: ઉગ્ર આંદોલનની ચીમકી  

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર વોર્ડ નં-૩ના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની જતાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ રસ્તાઓ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા હોવાથી રાહદારીઓ, ટુ-વ્હીલર ચાલકો, વૃદ્ધો અને શાળાએ જતા વિદ્યાર્થીઓના જીવ માટે મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ સ્પષ્ટ ન દેખાતા ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આ અંગે ભૂતકાળમાં પણ નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી રિપેરિંગ કે નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોની આ વિકટ સમસ્યાને ધ્યાને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ બી. ગામી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જનતાના ટેક્સના નાણાંથી રસ્તાઓ બનાવવામાં આવે છે, નહીં કે ખાડા ભોગવવા માટે. કમિશનરને અપીલ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મહેન્દ્રનગરના તમામ બિસ્માર રસ્તાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે સ્થળ પર યોગ્ય, ટકાઉ અને ગુણવત્તાયુક્ત રિપેરિંગ કામ કરવામાં આવે.

અંતમાં તંત્રને આખરી ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે “રસ્તા આપો, ખાડા નહીં — નાગરિકોની સુરક્ષા સાથે સમાધાન નહીં!”. જો તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નાગરિકોના હિતમાં સંબંધિત તંત્ર સામે વધુ ઉગ્ર લોકશાહી ઢબે રજૂઆતો અને આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ફરજ પડશે, જેની તમામ સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular