ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા મુકેશ પટેલ પોલીસ અધીક્ષક, મોરબી નાઓની સુચના તેમજ કે.પી.પરમાર , નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક, મોરબીના માર્ગદર્શન હેઠળ “સેવા મેરા યોગદાન” સ્કિમ હેઠલ રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ .
તેમા અમો એસ.એમ.ચૌહાણ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ કવાર્ટર, મોરબી દ્વારા આજ રોજ તારીખ.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન પોલીસ હેડ કવાર્ટર, મોરબી ખાતે કરવામાં આવેલ હતુ .
જેમા મોરબી જીલ્લાના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા ખુબ જ ઉત્સાહ પૂર્વક રકતદાન કરવામાં આવેલ હતુ અને આ કેમ્પમાં મોરબી જીલ્લા સિવિલ હોસ્પીટલના જરૂરીયાત મંદ દર્દીઓ માટે કુલ-૭૬ (૨૬૬૦૦ સી.સી.) રકત એકત્ર કરવામાં આવેલ હતુ.
રિઝર્વ પોલીસ ઇન્સપેકટર, મોરબી દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબિરનુ આયોજન જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ & જનરલ હોસ્પીટલ,મોરબી સંચાલિત સિવિલ હોસ્પીટલના સહયોગથી કરવામાં આવેલ હતુ અને તમામે સ્વૈચ્છિક રકતદાન માટેની પ્રતિક્ષા લેવડાવવામાં આવેલ હતી.