રવાપર રોડના એવન્યુ પાર્ક ખાતે ગણેશોત્સવ દરમિયાન યોજાયો ધાર્મિક કાર્યક્રમ
મોરબી શહેરના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્કમાં મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાને ગણેશોત્સવ નિમિત્તે ગણપતિજીની સ્થાપના કરી પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુરુવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અહીં વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મહાઆરતીમાં મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, કોર્પોરેટરો જીગ્નેશભાઈ કૈલા, વિવેકભાઈ ગોલતર, જયેશભાઈ અગેચણિયા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગણપતિ દાદાની આરતી, પૂજા અને દર્શનનો લાભ લીધો હતો. તેમજ દેશ અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ જારીયા, મોરબીના કોર્પોરેટર ભૂપતભાઈ જારીયા સહિત જારીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.