ઘરે ઘરે દીપ પ્રગટાવી અને રામદેવપીરના મંદિરે મોદીના તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે આરતી યોજાઈ
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગામમાં ઘરે ઘરે દીપ પ્રગટાવી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગોર ખીજડીયા ગામના રામદેવપીરના મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુ માટે આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા તથા તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.