Homeગુજરાતમોરબીમોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા વિસ્તારમાંથી પીપળીયા ચાર રસ્તા પાસેથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા મધુરમ ક્લીનીક સામે રોડ પર રેઇડ કરતા દિપેશભાઇ ઉર્ફે સલીમભાઇ ગૌતમભાઇ રાઠોડ રહે.હાલ નિરૂબેનનગર પીપળીયા ચાર રસ્તા તા.માળીયા(મિ.)વાળો ઇસમ દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિંમત રૂપીયા ૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular