Homeગુજરાતમોરબીમોરબીના આમરણ ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં 

મોરબીના આમરણ ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં 

મોરબી તાલુકાના આમરણ ગામે વાણીયા શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડ રૂપિયા ૭૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જ્યારે એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના આમરણ ગામે વાણીયા શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો રજાકભાઇ કરીમભાઈ ચૌહાણ, આબેડીન ઈકબાલભાઈ બુખારી, કરણભાઈ પ્રભુભાઈ વરાણીયા, સતારમીયા અહેમદમીયા બુખારી, શોયેબભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી રહે. બધા આમરણ ગામ તા. જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ અસરફમીયા ગીગામીયા બુખારી રહે. આમરણવાળો શખ્સ સ્થળ પર થી નાસી છૂટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular