Homeગુજરાતમોરબીહળવદમાં રૂ. 6 લાખના દાડમની મોટી ઠગાઈ: ટ્રક ચાલક અને માલિક માલ...

હળવદમાં રૂ. 6 લાખના દાડમની મોટી ઠગાઈ: ટ્રક ચાલક અને માલિક માલ લઈને ગાયબ

હળવદથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવામાં આવેલ રૂ. ૬,૦૦,૦૦૦ ની કિંમતના ૧૨ ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગાયબ થઈ જતાં વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઓનલાઈન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન દ્વારા ભાડે રાખવામાં આવેલી ટ્રકના માલિક અને ડ્રાઈવર માલ પહોંચાડવાને બદલે ફોન બંધ કરીને રફુચક્કર થઈ ગયા હોય જેથી છેતરપિંડીની આ ઘટના અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભૂજમા રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા બલ્કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટી (ઉ.વ.૫૦) એ આરોપી પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ તથા મુકેશભાઇ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ દાડમ ૧૨ ટન કિ.રૂ. ૬, ૦૦, ૦૦૦/- આરોપીની ગાડી નં. UP-78- JN-5955 ના ટ્રાન્સપોર્ટર પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ વાળો (૨) ગાડી નં.UP-78-JN-5955 ના ચાલક મુકેશભાઈ ના ટ્રકમાં ભરી દઈ સીકીગંજ ગોરખપુર (યુ.પી.) ખાતે રઇન ફ્રુટ કંપની મા મોકલવા જણાવેલ હોવા છતા ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી સીકીગંજ ગોરખપુર (યુ.પી.) ખાતે રઇન ફ્રુટ કંપની ખાતે નહી પહોંચાડી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular