Homeગુજરાતમોરબીમોરબી : સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ. 85.25 લાખની ઠગાઈ આચરનાર મહેસાણાની...

મોરબી : સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ. 85.25 લાખની ઠગાઈ આચરનાર મહેસાણાની ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા

મોરબીના વેપારીને સ્ટોક માર્કેટમાં રોકણના બહાને છેતરપીંડી આચરતી ગેંગના ત્રણ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડી મુદામાલના રૂ. ૬૧,૦૦,૦૦૦/-રીકવર કરતી સાયબર ક્રાઇમ ટીમ મોરબી.

આરોપીઓએ ફરિયાદીના પુત્રનો સંપર્ક કરી સ્ટોક માર્કેટમાં રોકાણની વિવિધ આકર્ષક સ્કીમો બતાવી વિશ્વાસમાં લીધો હતો. આ લાલચમાં આવી જઈ સાક્ષી દ્વારા મે અને જૂન ૨૦૨૫ દરમિયાન બેંક તથા આંગડિયા પેઢી મારફતે તબક્કાવાર કુલ રૂ. ૮૫,૨૫,૯૫૦/- જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, રકમ ટ્રાન્સફર થયા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પીડિત પક્ષે તાત્કાલિક સરકારશની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર અને સાયબર ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંડોવાયેલા આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખુલ્યું હતું. મોરબી સાયબર ટીમની એક ખાસ ટુકડીએ મહેસાણા ખાતે દરોડો પાડી નિતિન બળદેવભાઈ રબારી (ઊ.વ.૨૫, રહે. કમાલપુર, વિજાપુર), ભલાભાઈ લાલાભાઈ રબારી (ઊ.વ.૪૯, રહે. કમાલપુર, વિજાપુર) અને કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (ઊ.વ. ૨૬, રહે. હિરાપુરા, ખેરાલુ) ની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular