ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય શ્રમીક યુવકનાં લગ્નના થોડા સમય બાદ પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. પતિ અને જેઠ બંને ભેગા મળીને નાની વયની યુવતીને સતત શારીરિક – માનસિક ત્રાસ આપતા પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના વતની મલીબેન ભારતભાઈ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી માજુભાઈ ચિમનભાઈ સંગોડ, રાજુભાઇ ચિમનભાઈ સંગોડ રહે. બંને પવ ગામ જી. દાહોદવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સુનિતાબેનના પતિ આરોપી માજુભાઈને અન્ય છોકરી સાથે આડા સબંધ હોવાથી સુનિતાબેન તે સબંધ નહી રાખવા બાબતે કહેતા આરોપી દ્રારા જે બાબતે સુનિતા સાથે અવાર નવાર ઝધડો કરી સારીરીક માનસીક દુખત્રાસ આપી મરવા માટે મજબુર કરતા જેમા આરોપી રાજુભાઈએ આરોપી માજુભાઈનો પક્ષ લઇ મદદગારી કરતા સુનિતાબેન ઉ.વ.૨૪ વાળીએ ટંકારા તાલુકાના નેકનામ ગામના સીમમાં આવેલ કિશોરભાઈ ચીકાણી વાડીએ જાંબુડાના ઝાડ સાથે દુ:ખ ત્રાસ સહન ન થતા પોતાની જાતે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.