મોરબી: અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે શોધી કાઢેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનોસર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી વીસીપરા મદિના સોસાયટીના નાકા પાસે એક શંકાસ્પદ ઇસમ હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ સાથે જોવામા આવતા જે મોટર સાઇકલ નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મો.સા. મોરબી વીસીપરા લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જેથી આ મો.સા. કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ સદામભાઇ અનવરભાઇ બુખારી રહે, વીસીપરા રણછોડનગર શાઇબાબાનુ મંદિર પાછળ મફતીયાપરા મોરબીવાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.