વાંકનેર તાલુકાના પીપળીયારાજ ગામે સીમમાં વાડીએ જતા સમયે રસ્તામાંથી બકરાં સાઈડમાં લેવાનું કહેવા જેવી નાની બાબતે પાડોશી ચરાવાહકે આધેડ ખેડૂત પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા અને ખેતી કરતા ઈલ્મુદીનભાઈ મામદભાઈ માથકીયા (ઉ.વ.૪૬) એ તેમના જ ગામના આરોપી હિરાભાઈ જેસાભાઈ ટોટા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનું પાવર ટીલર ટ્રેકટર જેવુ ટ્રોલી જોડી ટ્રોલીમાં પોતાના પત્ની ને બેસાડી વાડીએ જતા હોય અને આગળ ગાડા મારગમાં આરોપી પોતાના ગાય બકરા ઢોરા લઇ જતા હોય તે ધીમે ચાલતા હોય જેથી ફરીયાદિએ આગળ જવા ચાલે તેટલો રસ્તો કરી આપવા ઢોરા સાઇડમાં લેવાનું કહેતા આરોપીને સારૂ નહીં લાગતા ઉશ્કેરાઇ જઇ લાકડી વતી ફરીયાદિને માથામાં મારી ઇજા કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.