હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા યુવક અને તેના ભૂતપૂર્વ ધંધાકીય ભાગીદાર વચ્ચે સ્પાના હિસાબ બાબતે ચાલી રહેલી બોલાચાલિનો ખાર રાખી ધ્રાંગધ્રામાં સ્પા ચલાવતા ભાગીદારે ઘરે આવી ગાળો ભાંડી ઝપાઝપી કરી લોખંડના ઝારા વડે યુવક અને તીની માતા પર હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (ઉ.વ.૩૦) એ આરોપી કરણસિંહ દિલુભાઈ ચૌહાણ રહે. રઘુનંદન સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આજથી ત્રણ વર્ષ પહેલા આરોપી સાથે ધ્રાંગધ્રાં ગોકુલધામ કોમ્પલેક્ષમા એપલ સ્પા પાર્ટનરમાં ચાલુ કરેલ અને છેલ્લા ત્રણેક મહીના થી ફરીયાદી તથા આરોપી ને હિસાબ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ પુરી તરવાનો લોખંડનો લાકડાના હાથા વાળા ઝારાથી ફરીયાદીને પીઠના ભાગે તેમજ સાથી કંચનબેન વચ્ચે પડતા આરોપીએ પુરી તરવાનો લોખંડના લાકડાના હાથા વાળા ઝારાથી પીઠ પાછળ મારેલ અને ફરીયાદી તથા સાથીને ભુંડા બોલીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.