Homeગુજરાતમોરબીકચ્છમાં સસ્તા કોપર કેબલના ભંગારના નામે મોરબીના વેપારી સાથે રૂ. 15.98 લાખની...

કચ્છમાં સસ્તા કોપર કેબલના ભંગારના નામે મોરબીના વેપારી સાથે રૂ. 15.98 લાખની ઠગાઈ

કચ્છમાં પવનચક્કીના સસ્તા કોપર કેબલ અપાવવાની લાલચ આપી કાવતરાખોરોએ મોરબીના વેપારી અને તેમના સાથી પાસેથી એડવાન્સ પેમેન્ટ તથા જીએસટી બિલના નામે રૂ. ૧૫.૯૮ લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં મળ્યા બાદ માલ ન આપી ફોન સ્વિચ ઓફ કરી ઠગાઈ આચરનાર પાંચ ઈસમો સામે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ રોડ પર મહેન્દ્રનગરમા આવેલ તુલસી પાર્કમાં રહેતા અને વેપાર કરતાં હરિલાલ વિરૂજી ગુર્જર (ઉ.વ.૪૨) એ આરોપી નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે ઇન્દ્રીરાનગર મોરબી, ઇરફાનભાઈ નાની ખીજડી તા. ટંકારા, કોટક મહિન્દ્રા બેન્ક ધારક, ઈમ્તિયાઝભાઇ, મયુરભાઇ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી અંકિતભાઇ ભંગારની લે-વેચનો ધંધો કરતા હોય જેઓ પાસેથી મોટી રકમની ઠગાઇ કરવા સારૂ તમામ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આયોજનબધ્ધ કાવતરૂ રચી તમામે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓએ એજન્ટ બની ફરીયાદી, સાથીને કોપરનો ભંગાર વેચાણ અપાવવા અંગે વિ શ્વાસમાં લઇ આરોપીના બેન્ક એકાઉન્ટમાં ફરીના રૂ. ૯.૪૮,૭૨૦/- તથા રૂ. ૬,૫૦,૦૦૦/ -એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કુલ રૂ. ૧૫,૯૮,૭૨૦/- ની રકમનો કોપરનો ભંગાર નહી આપી નાણાની ઠગાઇ કરી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular