મોરબીના મકનસર ગામે રહેતા યુવક અને તેનો ભાઈ રફાળેશ્વર મેળામાં હોય ત્યારે મસ્તીમાં આરોપીઓએ માથાકૂટ કરી યુવક અને તેના ભાઈને માર મારી છરી દેખાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા (ઉ.વ.૨૪) એ તેમના જ ગામના આરોપી રવિ, સાવન, અને બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી અને તેનો ભાઈ રફાળેશ્વર મેળામાં ગયેલ હોય ત્યા આરોપી મસ્તી કરતા તેમાંથી ઉશ્કેરાઈ આરોપીઓ ફરીયાદી થથા તેના ભાઈ ખુશાલ ને ઢીકાપાટુનો મારમારી છરી દેખાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.