મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન મોરબીના શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ફ્રી બ્લડ સુગર ચેકઅપની સુવિધા ઉપલબ્ધ રહેશે.



