Homeગુજરાતમોરબીટંકારાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે...

ટંકારાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમાં ગયેલ ૧૦૦% મુદામાલ તથા અન્ય મુદામાલ મળી કુલ કિંમત રૂપીયા ૨૫,૨૧,૮૫૫/- સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

જયંતીલાલ વિરજીભાઇ ઉજરીયા રહે.કલ્યાણપુર તા.ટંકારા, જી. મોરબીવાળાના રહેણાંક મકાનમાં કલ્યાણપર ગામે બનેલ ચોરીના ગુન્હાની ફરીયાદ અજાણ્યા આરોપી વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરેલ હતી. જેમાં ફરીયાદીના બંધ રહેણાક મકાનમાં પ્રવેશી મકાનનું તાળુતોડી અંદર પ્રવેશી મકાનમાં તીજોરી/કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના, સોના-ચાંદીની ગીની,રોકડા રૂપીયા વિગેરે જેમા (૧)સોનાના મંગલસુત્ર-૨, વજન-આશરે-૬ તોલા, કિં.રૂ. ૧,૩૫,૦૦૦/- (૨) સોનાના પાટલા જોડી -૧ વજન આશરે -૩ તોલા કિં.રૂ.૭૩,૦૦૦/- (૩) સોનાની બુટી નંગ-૧, વજન આશરે અડધો તોલો (૫ ગ્રામ) કિં.રૂ.૭,૫૦૦/-(૪) સોનાનો ઓમ નંગ-૧, વજન આશરે અડધો તોલો (૫ ગ્રામ) કિં.રૂ.૭,૫૦૦/-(૫) ચાંદીની પાયલ જોડી-૧ વજન આશરે ૫૦ ગ્રામ કિં.રૂ. ૧૦,૦૦૦/- સોના-ચાંદીની જુદા-જદા વજનની ગીનીઓ તેમજ રોકડા રૂપીયા ૨,૧૨,૦૦૦/- વિગરેની ચોરી થયેલની વિગતે ફરીયાદમાં કુલ મળી રૂપીયા ૪,૪૫,૦૦૦/-ની ચોરી થયાની ફરીયાદ જાહેર કરેલ હતી.

આ ફરીયાદ જાહેર કર્યા બાદ ફરીયાદી પોતે પોતાની મેળે ઘરમાં તપાસ કરતા આ ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદામાલમાં જણાવેલ સોના ચાંદીની ગીનીઓ જેમા સોનાની ગીનીઓ પેકીંગ કવરમાં હતી જેની ઉપર ૧૦ ગ્રામ ફાઇન ગોલ્ડ ૯૯૯ ના માર્કાવાળી નંગ-૧૪ જે સોનુ ૧૪૦ ગ્રામ તેમજ ચાંદીની ગીનીઓ જેમાં ચાંદીના ચોરસા આશરે ૫૦૦ ગ્રામના નંગ- ૨, ૧૦૦ ગ્રામની-૧, ૫૦ ગ્રામની-૨, ૨૫ ગ્રામની-૧, ૨૦ ગ્રામની-૨, વિગેરે મળી ચાંદી આશરે ૧ કિગ્રા અને ૨૬૫ ગ્રામ તથા એક મોબાઇલ ફોન પણ ગયેલ.

આ ગુન્હાની તપાસ કરતા હ્યુમન સોશીર્સથી ખાનગી બાતમી આધારે શંકાસ્પદ ઇસમ સોહીલ સતારભાઇ દલ રહે.કલ્યાણપર મફતીયાપ્લોટ, તા.ટંકારા,જી.મોરબી વાળાની આ ગુન્હામા શંકાસ્પદ ભુમીકા જણાય આવતા તેને લાવી આ ગુના સબંધી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી સંતોષકારક ખુલાશો નહી કરતા તેને વિશ્વાશમાં લઇ યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા આ ગુનો આચર્યાની પોતે કબુલાત કરેલ અને ધરફોડ ચોરીથી મેળવેલ તે મુદામાલ તેણે છુપાવેલ સ્થળેથી કાઢી આપેલ ૧૦૦% મુદામાલ ઉપરાંત સોના/ચાંદીની ગીનીઓ ચોરસા તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૨૧,૮૫૫/- નો ધરફોડ ચોરીનો મુદામાલ શોધી કાઢેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular