Homeગુજરાતગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પૂર્ણ: આખરી યાદી જાહેર, 4.40 કરોડ...

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પૂર્ણ: આખરી યાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયા

મોરબી જિલ્લામાં કુલ મતદારો ની સંખ્યા 787133 થઈભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision — SIR) સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના આધારે રાજ્યની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતત સાડા ત્રણ માસ ચાલેલી કામગીરી બાદ રાજ્યમાં કુલ આશરે 4.40 કરોડ મતદારો નોંધાયા છેમુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ કુલ 5.60 લાખ મતદારોનો નેટ વધારો નોંધાયો છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકો, મીડિયા, રાજકીય પક્ષો તથા વિવિધ સંગઠનોના સહયોગથી આ વિશાળ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકી છે.રાજ્યભરમાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ, 855 સહાયક અધિકારીઓ અને 50,963 BLOએ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ આપ્યા અને મતદારોનું મેપીંગ-મેચિંગ કાર્ય પૂર્ણ કર્યું. ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરી યાદી શુદ્ધ કરવામાં આવી.મુસદ્દા યાદી પહેલા રાજ્યમાં 5.08 કરોડ મતદારો હતા, જે સુધારણા બાદ 4,34,70,109 થયા અને આખરી યાદીમાં વધીને 4,40,30,725 થયા છે. તમામ ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન પણ કરવામાં આવ્યું છે. SIR દરમિયાન મેળવાયેલા નાગરિકોના તાજા ફોટોગ્રાફ આગામી યાદીમાં સમાવાશે.મતદાર યાદી રાજ્યના તમામ મતદાન કેન્દ્રો અને નિર્ધારિત સ્થળોએ ઉપલબ્ધ છે તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર પણ જોઈ શકાય છે. મતદારો voters.eci.gov.in પોર્ટલ, ECINET એપ, BLO અથવા જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા પોતાની વિગતો ચકાસી શકે છે.ચૂંટણી તંત્રએ જણાવ્યું છે કે જેનું નામ યાદીમાં ન હોય તે ફોર્મ નંબર 6 દ્વારા અરજી કરી શકે છે, વિગતોમાં સુધારા માટે ફોર્મ 8 અને વાંધા માટે ફોર્મ 7 ભરી શકાય છે. 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને પણ આગામી સુધારણા દરમિયાન નામ નોંધાવવાની તક રહેશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular