મોરબી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ વોર્ડ નં- ૪ માં કોંગ્રેસ પક્ષનું પ્રચાર અભિયાન જોરશોરથી આગળ વધી રહ્યું છે. પ્રચાર દરમિયાન ઉમેદવારોને મળી રહેલા ભારે જનસમર્થનથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વખતે મતદારો બદલાવ માટે તૈયાર છે. વિસ્તારના લોકો ઉત્સાહભેર કોંગ્રેસના ઉમેદવારોને આવકારી રહ્યા છે અને તેમની સાથે જોડાઈ રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારો અબ્દુલ અબુજી ચૌધરી, ગફાર કાસમભાઈ ભુંગર, નસીમબેન મહેબુબભાઈ મેસાણિયા અને નીતાબેન કિસોરભાઈ સોલંકી દ્વારા ઘરેઘરે જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક વિસ્તારમાં લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમની સમસ્યાઓ સાંભળી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી રહી છે. ખાસ કરીને પાણી, રસ્તા, સફાઈ અને મૂળભૂત સુવિધાઓ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
પ્રચાર દરમિયાન મહિલાઓ, યુવાનો અને વડીલો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક સ્થળોએ લોકોએ ખુદ આગળ આવી કોંગ્રેસને સમર્થન જાહેર કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામોમાં ઉણપ રહી છે અને હવે તેઓ યોગ્ય નેતૃત્વ ઇચ્છે છે.
પક્ષના આગેવાનોનો દાવો છે કે, “વોર્ડ નં- ૪ માં કોંગ્રેસને મળી રહેલું આ ભારે જનસમર્થન આવનારા પરિણામોમાં જીતમાં ફેરવાશે.” પ્રચારની દરેક બેઠકમાં લોકોનો ઉમળકો જોઈને ઉમેદવારો પણ વધુ ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છે. અને લોકોને કોંગ્રેસને મત આપવા અપિલ કરી રહ્યા છે.