Homeગુજરાતમોરબીહળવદના કડીયાણા ગામે વાડીની ઓરડીમાંથી એક લાખના કોપર વાયરની ચોરી

હળવદના કડીયાણા ગામે વાડીની ઓરડીમાંથી એક લાખના કોપર વાયરની ચોરી

મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેત-સામગ્રીની ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલી એક વાડીમાં તસ્કરોએ તાળા તોડીને અંદાજે ૧૬૦૦ ફૂટ કોપર કેબલ વાયરની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકામાં જોધપર (નદી) ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ મારૂતી નગર વિધુતનગરની બાજુમાં રહેતા અને વેપાર કરતાં લાલજીભાઈ અણદાભાઈ સવસાણી (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદિની વાડીમાં પ્રવેશ કરી વાડીમાં આવેલ રૂમ ઓરડીઓના તાળા તોળી દરવાજા ખોલી રૂમ ઓરડીમાં પ્રવેશ કરી રૂમ ઓરડીમાં રાખેલ સબમસીંબલ મોટરનો કોપર કેબલ વાયર ૬ એમ.એમ.નો આશરે ૧૬૦૦ ફુટ જેટલી લંબાઈ જેની અંદાજીત કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ના કેબલ વાયરની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular