Homeગુજરાતમોરબીઆગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે 

આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે 

મોરબી શહેરમાં પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે, તા. 24 એપ્રિલ 2026 (શુક્રવાર)ના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવાનો વિશેષ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. ૦ થી ૧૫ વર્ષ સુધીના નાના બાળકો માટે આયોજિત આ કેમ્પમાં માતા-પિતાને પોતાના બાળકોને અવશ્ય લાવવા વિનંતી કરવામાં આવી છે.

આ કેમ્પ વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર પાસે, રવાપર રોડ, મોરબી ખાતે સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજાશે. કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ, મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં યોજાતા આ સુવર્ણપ્રાશન કેમ્પમાં દર વખતે અંદાજે ૧૫૦ જેટલા બાળકો લાભ લેતા હોય છે, જે શહેર માટે ગૌરવની બાબત છે. આયોજકો દ્વારા મોરબીની તમામ સોસાયટીઓના માતા-પિતાને આ આરોગ્યલક્ષી અભિયાનનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપર્ક: 9427213999

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular