Homeગુજરાતમોરબીમતદાન જાગૃતિ: આગામી ૨૬ એપ્રિલે રજા અથવા ૩ કલાકની વિશેષ છૂટછાટ આપવા...

મતદાન જાગૃતિ: આગામી ૨૬ એપ્રિલે રજા અથવા ૩ કલાકની વિશેષ છૂટછાટ આપવા શ્રમ આયુક્તનો આદેશ

શ્રમ નિયામક એક યાદીમાં જણાવે છે કે, રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ તારીખ-૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજનાર છે.

ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular