Homeગુજરાતમોરબીમોરબીમા જમીન વિવાદમાં વૃદ્ધ પર હિંસક હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી...

મોરબીમા જમીન વિવાદમાં વૃદ્ધ પર હિંસક હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી બે શખ્સો ફરાર

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં જમીન બાબતના જૂના મનદુઃખમાં એક વૃદ્ધ પર અણીદાર હથિયાર વડે હુમલો કરી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબીના ત્રાજપર ગામે રહેતા અને હાલ ઉમા ટાઉનશીપ વિરાટ બ્લોક નંબર -૧૦૧મા રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ રાણીપા (ઉ.વ.૬૫) એ આરોપી નટુભાઈ શામજીભાઈ કડીવાર તથા હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકી રહે. બંને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા આરોપીને જમીન બાબતે વિવાદ ચાલતો હોય જે બાબતે ફરીયાદી સમાધાન ન કરતા મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે ફુવારા સર્કલ પાસે આરોપીઓએ ફરિયાદીને અણીદાર હથીયાર વડે ઈજા કરી સમાધાન નહી કરે તો જાનથી મારી નાખીશ એમ કહી ગાળો આપી ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular