Homeગુજરાતમોરબીમોરબીના લાઠી પ્લોટમાં આગનો ભભૂકી ; જૂના મકાનના કચરામાં લાગી આગ, ફાયર...

મોરબીના લાઠી પ્લોટમાં આગનો ભભૂકી ; જૂના મકાનના કચરામાં લાગી આગ, ફાયર ટીમે સમયસર કાબુ મેળવ્યો!

મોરબી ફાયર કંટ્રોલરૂમમાં બપોરે 02:58 વાગ્યે કોલ મળતા જ લાઠી પ્લોટ વિસ્તારમાં જલારામ મંદિરની બાજુમાં આવેલા બંધ પડેલા જૂના મકાનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી.

મળતી માહિતી મુજબ, મકાનમાં પડેલા કચરામાં અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. જોકે આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular