મોરબીમાં બાળકો અને યુવાનોને સ્વિમિંગ શીખવવા સાથે પાણીનો ડર દૂર કરવા માટે AQUA JUNIOR CLUB દ્વારા Aqua Therapy થી Fear દુર કરીને સ્વિમિંગ શિખવવામાં આવે છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે બાળકો મોબાઇલથી દૂર રહીને શારીરિક અને માનસિક રીતે મજબૂત બને.
ક્લબ દ્વારા આપવામાં આવતી તાલીમમાં બાળકોને પાણી પ્રત્યેનો ભય દૂર કરીને સરળ અને સુરક્ષિત રીતે સ્વિમિંગ શીખવવામાં આવે છે. નિષ્ણાત ટ્રેનર્સની માર્ગદર્શિકા હેઠળ સ્વિમિંગ શીખવાથી શરીરની કસરત થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને માનસિક તણાવમાં ઘટાડો થાય છે.
આ ઉપરાંત, Aqua Therapy દ્વારા શરીર મજબૂત બને છે, મનમાં શાંતિ અને તાજગી અનુભવાય છે તેમજ અનેક આરોગ્યલાભ મળે છે. ક્લબમાં કિડ્સ બેચ, જેન્ટ્સ બેચ, લેડીઝ બેચ અને કપલ બેચ જેવી અલગ-અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી દરેક ઉંમરના લોકો ભાગ લઈ શકે.
ખાસ વાત એ છે કે સ્વિમિંગ શીખવા માટે કોઈ ઉંમર મર્યાદા રાખવામાં આવી નથી. અનુભવી સ્ટાફ દ્વારા માત્ર એક મહિનામાં સ્વિમિંગ શીખવવાની ખાતરી આપવામાં આવી રહી છે.
AQUA JUNIOR CLUB મોરબીના રવાપર રોડ પર સ્થિત ડાયમંડ બ્યુટી પાર્લરની સામે જુના ગોપી યુનિફોર્મ પાસે આવેલ છે. તેમજ આ ક્લબમાં નોંધણી માટે રસ ધરાવતા લોકોએ મોબાઈલ નંબર – 9773228245, 9227160652 પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે.