મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૫ નવા ફાયર સ્ટેશનોના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. ૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
મોડલ ફાયર સ્ટેશનમાં હાઈ-ટેક કંટ્રોલ રૂમ, આધુનિક ગેરેજ, સ્ટાફ માટે રહેણાંક સુવિધા અને અન્ડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડ વોટર ટેન્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેનાથી ફાયર સર્વિસ વધુ ઝડપી અને અસરકારક બનશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અગ્નિશામક સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના ફાયર સ્ટેશનોના નિર્માણ અને આયોજનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.