Homeગુજરાતમોરબીમોરબીમાં વ્યાજખોરોનો આતંક: લાખો રૂપિયાની ઉઘરાણી સાથે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી... મોરબી મોરબીમાં વ્યાજખોરોનો આતંક: લાખો રૂપિયાની ઉઘરાણી સાથે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ By morbisahyognews March 25, 2026 201 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા વૃદ્ધ વ્યક્તિને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂપિયા આપીને આરોપીઓએ લાખો રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.૬૮) એ આરોપી સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા રહે. વાવડી રામ પાર્ક, ઇકબાલ ગનીભાઇ પીંજારા રહે. મકરાણીવાસ મોરબી, સબીર કાસમભાઈ પીંજારા રહે. વીસીપરા મોરબી તથા હેમંતભાઈ આહીર વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સંજયભાઈએ રૂપિયા ૩૦૦૦૦/- ઉંચા વ્યાજદરે આપી તે પેટે ફરીયાદિ પાસેથી ત્રણ મહિનામા રૂપિયા ૩૬૦૦૦/- વ્યાજ સહિત રકમ મેળવી ત્યારબાદ ફરી વખત ફરીયાદીને રૂપિયા ૫૦,૦૦૦/- ઉંચા વ્યાજે આપી માસિક ૧૫,૦૦૦/- લેખે ૨૯ મહિના સુધી રૂપિયા ૪,૩૫,૦૦૦/- વ્યાજ મેળવેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપી સંજયભાઈને વ્યાજ નહી ચુકવતા તેણે ફરીયાદી તથા તેના દીકરા વિજયને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના દીકરા પાસેથી તેની એક્સીસ બેંકના બે ચેક બળ-જબરીપુર્વક સહી કરાવી લઇ લીધેલ તે દરમ્યાન ફરીયાદિએ આરોપી ઇકબાલ પાસેથી રૂપિયા ૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલા જે પેટે આરોપી ઇકબાલએ દરરોજનુ રૂપિયા ૧૫૦૦/- વ્યાજ નક્કી કરેલ અને ફરીયાદીને રૂપિયા ૭૫,૦૦૦/- આપેલા અને બાકીના ૨૫૦૦૦/- વ્યાજમા વળાવેલ આમ કુલ્લે ત્રણ મહિના સુધીમા આરોપી ઇકબાલ એ ફરીયાદી પાસેથી માસિક ૪૫,૦૦૦/- એમ કુલ્લે ૧,૩૫,૦૦૦/- વ્યાજ બળજબરીપુર્વક લીધેલ ત્યારબાદ ફરીયાદિ ઉપર રૂપિયા ૩,૩૦,૦૦૦/- મુદ્દલ સહિત વ્યાજની ચડત થઇ જતા આરોપી ઇકબાલએ તેના સાળા આરોપી સબીર પાસેથી રૂપિયા ૨,૦૦,૦૦૦/- ફરીયાદિને લેવડાવેલ અને આરોપી સબીરએ ફરીયાદીને આ રૂપિયા ૨,૦૦,૦૦૦/- પેટે રોજના રૂપિયા ૨,૦૦૦/- ના ઉંચા વ્યાજદરે આપી આરોપી સબીરએ ફરીયાદી પાસેથી માસિક ૬૦,૦૦૦/- એમ કુલ્લે છ મહિના સુધીમા રૂપિયા ૩,૬૦,૦૦૦/- બળજબરી પુર્વક વ્યાજ લીધેલ તેમ છતા આરોપી ઇકબાલએ રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા આરોપી સબીરએ ફરીયાદિ પાસેથી રૂપિયા ૨,૫૦,૦૦૦/- લાખની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તથા તેના દીકરા વિજયને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી વી.સી.પરામા લઇ જઇ કામ કરાવવાની ધમકી આપેલ હોય તેમજ આ તમામ આરોપીને તેમના રૂપિયા ચુકવવા માટે ફરીયાદિએ આરોપી નંબર- હેમંતભાઈ પાસેથી રૂપિયા ૨૦,૦૦૦/- લીધેલા તે વખતે આરોપી હેમંતએ ફરીયાદિ પાસેથી વિજયનો એક્ષીસ બેંકનો સહીવાળો કોરો ચેક લીધેલ ત્યારબાદ ફરીયાદિ તથા વિજયે આરોપી હેમંતભાઈને ટુકડે ટુકડે રૂપિયા ૨૦,૦૦૦/- આપી દીધેલ તેમ છતા મુદ્દલ રૂપિયા ૨૦,૦૦૦/- ની દસ દીવસમા આપી દેવાની માંગણી કરેલ અને દસ દીવસમા રૂપિયા નહી આપેતો ફરીયાદિની લારીએ જઇ તેનો બુટ ચપ્પલનો માલ સામાન ભરી જવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026