Homeગુજરાતમોરબીમાળીયામા પાવરગ્રીડ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો; 13.50 લાખના મુદામાલ સાથે...

માળીયામા પાવરગ્રીડ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો; 13.50 લાખના મુદામાલ સાથે બે ઈસમોની ધરપકડ 

માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાવરગ્રીડ લાઇનમાથી થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.૧૩,૫૦,૦૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમોને માળીયા મીયાણા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા (મી)માં પાવરગ્રીડ લાઇનમાથી વાયરની ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો હાલે અંજીયાસર ગામ ગાંડીવ કારખાના તરફ વાહન સાથે આવેલ હોવાની ચોક્કસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જઈ વાહન ચેકીંગ કરતા કુલ બે ઇસમો ઇન્ટ્રા પીકઅપમા વાયર ભરેલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા જે આરોપીની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ચોરીનો ગુનો કરેલની કબુલાત આપતા હોય બન્ને ઇસમો અનીસભાઇ સલેમામદભાઈ મોખા રહે ભુતેશ્વર ફળીયુ. ભુજ તા.જી.ભુજ તથા મુસ્તાકભાઈ હાજીભાઇ મેર રહે. લોરીયા ગામ તા.જી. ભુજવાળાને કુલ રૂ.૧૩,૫૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળ વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular