Homeગુજરાતમોરબીવાંકાનેરના દીઘલીયા ગામે યુવક પર છરી વડે હુમલો 

વાંકાનેરના દીઘલીયા ગામે યુવક પર છરી વડે હુમલો 

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે યુવકના ભત્રીજા સાથે આરોપીએ બોલાચાલી કરેલ હોય જે બાબતે સમજાવવા જતા યુવક પર આરોપીએ છરી વડે હુમલો કરી બીજા પહોંચાડી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા રુક્મુદ્દીનભાઈ હુસેનભાઇ શેરસીયા(ઉ.વ.૩૯) એ તેમના જ ગામના આરોપી તનવીરભાઈ ગફારભાઈ ખલીફા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીના ભત્રીજા સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે ફરિયાદીએ ઝઘડો ન કરવા સમજાવતા આરોપી એકદમ મુશ્કેલાઈ જાય ફરિયાદીને ભૂંડી ગાળો આપે તથા પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ઇજા પહોંચાડી હતી જેથી આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular