વાંકાનેર; તા.૨૧ માર્ચના રોજ સાંજના પાંચેક વાગ્યના સુમારે ચોટીલા પોલીસ સ્ટેશનની પી.સી.આર વાનના ઇન્ચાર્જ ૧૧૨ વર્ધીના કામે એક સગીર વયનું બાળકને વાકાનેર બાઉન્ટ્રી ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી SHE TEAM ને જાણકરતા સગીર વયના બાળકનું કાઉન્સેલીંગ કરી પુછપરછ કરતા સગીરવયના કિશોરે પોતાનું નામનામે દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી પોલીસ સ્ટેશનમાં (ઉ.વ. ૦૮) રહે ભાટતા.ઘોઘુંદા જિ. ઉદયપુરવાળો હોવાનુ અને વાંકાનેર બાઉન્ટ્રી આસપાસ આવેલ કોઇ કારખાના ખાતે પોતાના માસી-ચંપાબેન તથા માસા-વેણીરામ ગામેતી સાથે રહેતો હોય, તેઓના ઘરેથી તેઓની જાણ બહાર નીકળી ગયેલની હકીકત જણાવતા હોય સગીર વયના કીશોરના માસા- વેણીરામ શાંતીલાલ ગામેતી રહે.હાલ જયસ્ટોન વસુંધરા તા. વાંકાનેર જી. મોરબી મુળ રહે. સેમટાલ તા.ઘોઘુંદા જિ. ઉદયપુરવાળાનો SHE TEAM દ્વારા સંપર્ક કરી તેઓને વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે બોલાવી તેઓના સગીર વયના કિશોરની સારી રીતે દેખભાળ કરવા તેમજ ભવિષ્યમાં આવું કોઇ પગલુ ન ભરે તે માટે તકેદારી રાખવા સમજ કરી સહિ સલામત સોપી આપેલ છે.