Homeગુજરાતમોરબીહળવદ નજીક યુવાન પર હુમલો: લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી માર મારી...

હળવદ નજીક યુવાન પર હુમલો: લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના રાયસંગપર અને મયુરનગર વચ્ચે આવેલી બાપા સીતારામની મઢુલી નજીક યુવાન પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવક પોતાના મિત્ર સાથે બાઈક પર હળવદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક કાળી કલરની નંબર વિનાની અલ્ટો કારમાં આવેલા ચાર શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો અને લોખંડના પાઇપ વ તથા ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ ભવાનીનગર ઢોરો લાંબી દેરી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ગોપાલલભાઈ ગોહિલ (ઉ.વ.૨૯) એ આરોપી એસ.પી. કોળી રહે. ગામ. કુંભારીયા, તા. માળીયા મિયાણા, સામંતભાઈ રામાભાઈ ભરવાડ, ગણપતભાઈ ભરવાડ, નિલેષભાઈ હમાભાઈ સુરેલા રહે. ત્રણેય હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ એક કાળા કલરની નંબર વિનાની રામાધણી લખેલ અલ્ટો કારમાં આવી ફરીયાદીને ઉભા રખાવી વિજયભાઈ અને ભરતભાઈ સાથે કેમ બેસેસ તેમ કહી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદિના જમણા હાથમાં તથા ડાબા પગના ઢીંચણ પાસે અને ડાબા પગના પંજામાં ફેક્ચર જેવી ત થા શરીરે સામાન્ય ઇજા પહોંચાડી, ભુંડા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular