Homeગુજરાતમોરબીવાંકાનેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : રૂ1.53 લાખનો મુદામાલ જપ્ત, 7 ઝડપાયા

વાંકાનેરમાં જુગારધામ પર પોલીસનો દરોડો : રૂ1.53 લાખનો મુદામાલ જપ્ત, 7 ઝડપાયા

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં આવેલા એક વાડીના ઓરડામાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા રેડ પાડી જુગાર રમતા સાત ઈસમોને કુલ રૂપિયા, ૧,૫૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં દક્ષિણ -૦૯ નંબર ની એકના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં જુગર રમાતો હોવાની બાતમી મળતા બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા રેડ પાડતા સ્થળ પર જુગાર રમતા સાત ઈસમો ઇરફાનભાઇ હનિફભાઇ બ્લોચ મકરાણી (ઉવ.૪૫) રહે.ચન્દ્રપુર માર્કેટીંગયાર્ડ પાસે સો વારીયા પ્લોટ તા.વાંકાનેર, દિપકભાઇ ઉર્ફે બટક દેવશીભાઇ હડાણી કોળી (ઉવ.૩૪) રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨ તા.વાંકાનેર જી.મોરબી, સંદિપભાઇ ઉર્ફે કાનો રમણીકભાઇ માણેક લોહાણા (ઉવ.૪૫) રહે.વાંકાનેર કડીયાવાડ પોસ્ટ ઓફીસ સામે જી.મોરબી, મેહુલભાઇ વિનયચન્દ્ર મારૂ લુહાર (ઉવ.૪૫) રહે.વાંકાનેર પુલ દરવાજા શાક માર્કેટ પાછળ જી.મોરબી, આરીફભાઇ હનિફભાઇ બ્લોચ મકરાણી (ઉવ.૪૮) રહે.વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં.૩ જી.મોરબી, અમિતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી ખવાસ (ઉવ.૩૩) રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨ જી.મોરબી, વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ કોળી (ઉવ.૩૦)રહે. વાંકાનેરવાળાને કુલ રૂપિયા,૧,૫૩,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક શખ્સ સ્થળ રાજુભાઇ કોળી રહે. લીંબાળા ગામ તા. વાંકાનેર વાળો સ્થળ પરથી નાસી છૂટતા પોલીસે તમામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular