Homeગુજરાતમોરબીમોરબીમાં વ્યાજખોરોનો આતંક: યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા પોલીસમાં ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરોનો આતંક: યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા પોલીસમાં ફરિયાદ

મોરબી જિલ્લામાં વ્યાજખોરી અને ધમકીઓનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજે રૂપિયા આપી પીડિત પર દબાણ બનાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા નજીક ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કૈડ (ઉ.વ.૪૦) એ આરોપી દેવશીભાઈ બીજલભાઈ વેરાણા રહે મકનસર તા.જિ.મોરબી, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા રહે. બોડકા તા.જોડીયા જિ.જામનગર, મયુર ઉર્ફે દેવો દીલીપભાઈ કરોતરા રહે રબારી વાસ, જેલ રોડ, મોરબીર, રમેશભાઈ મનાભાઈ વાંક રહે હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ,મોરબી, ભરતભાઈ હેમુભાઈ સોલંકી રહે જી.આઈ.ડી.સી. નાકા પાસે, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી એ આરોપી દેવશીભાઈ પાસેથી ૩૦,૦૦,૦૦૦/- રૂપિયા ૫% લેખે વ્યાજે લીધેલ હોય જેનુ વ્યાજ ૧૮,૦૦,૦૦૦/- ચુકવેલ હોય તથા આરોપી હર્ષદભાઈ પાસેથી ૨૦,૦૦,૦૦૦/- રૂપિયા ૧૦% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ ૧૬,૦૦,૦૦૦/- ચુકવેલ હોય તથા આરોપી મયુર ઉર્ફે દેવો પાસેથી ૧૪,૦૦,૦૦૦/- રૂપિયા ૨.૫% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ ૪,૨૨,૦૦૦/- ચુકવેલ હોય તથા આરોપી રમેશભાઈ પાસેથી ૧૦,૦૦,૦૦૦/- રૂપિયા ૨% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ ૨,૪૦,૦૦૦/-ચુકવેલ હોય તથા આરોપી ભરતભાઈ પાસેથી ૫,૦૦,૦૦૦/- રૂપિયા ૩% લેખે વ્યાજે લીધેલ જેનુ વ્યાજ ૯૦,૦૦૦/- ચુકવેલ હોય તેમ છતા આ કામના આરોપીઓ ફરીયાદી પાસેથી વ્યાજ તથા મુડીની રકમ ની ઉઘરાણી કરતા હોય અને વ્યાજ ન ચુકવતા ફોન ઉપર ગાળાગાળી કરી જેમા આરોપી દેવશીભાઈનએ જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી રમેશભાઈ એ ફરિયાદીની દુકાન તથા ફરીયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબ્જે કરી પાંચેય આરોપીએ ફરિયાદિને મ્રુત્યુનો ભય બતાવી ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular