હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાન તથા તેના સાથીઓ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં તલવાર તથા લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે પોલીસમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર આર.કે. નગરમા રહેતા અને ભુંડ પકડવાનો ધંધો કરતા નારણસિંધ જર્નેલસિંધ બગ્ગા (ઉ.વ.,૨૩) એ આરોપી કિર્તીનસિંધ, બલદેવસિંધ, રહે બંને ગામ, ધ્રાંગધ્રા, તા. પ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર, તથા ખારાસિંધ, હરમિન્દરસિંધ રહે બંને ગામ, હળવદ, ના. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓ હળવદ તાલુકાના મિયાણી ખાતે ભુંડ પકડવા આવેલ હોય ત્યારે આરોપીઓએ ફરીયાદિને કહેલ કે, અમારા વિસ્તારમાં તમે કેમ ભુંડ પકડવા આવો છો તેમ કહી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદિને કપાડના ભાગે તલવારથી સરકો કરેલ તથા આરોપીઓએ સાથી જરાપીરસિંધ કપાડના ભાગે સરકી કરેલ હોય અને આરોપીઓએ સાથી ગુરમુખસિંધ,ને ડાબા પગમા લાકડાનો ધોકો મારી સામાન્ય ઈજા કરી આરોપીઓએ ફરીયાદિને ગાળો આપી ઢીકા પાટુની મુંઢ ઈજા કરી તથા ફરીયાદી, તથા સાથી જયવીરસિંધ કપાડના ભાગે તલવારના સરકા કરી ઈજાઓ પહોંચાડી ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.