Homeગુજરાતમોરબીમોરબી રાજકોટ હાઈવે પર જબલપુરના પાટીયા પાસે આઇસરે રીક્ષાને હડફેટે લેતા નવ...

મોરબી રાજકોટ હાઈવે પર જબલપુરના પાટીયા પાસે આઇસરે રીક્ષાને હડફેટે લેતા નવ વર્ષના બાળકનું મોત; ત્રણ ઈજાગ્રસ્ત

મોરબી રાજકોટ હાઈવે રોડ ઉપર જબલપુરના પાટીયા પાસે આર્ય સ્કૂલ તથા દેવ કુવર સ્કુલ પહેલા રોડ ઉપર આઈસ ચાલકે અતુલ કેરી રીક્ષા હડફેટે લેતા રીક્ષામાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી જ્યારે એક નવ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતુ. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ પચ્ચીસ વારીયા બ્લોક મેઇન શેરીમાં રહેતા સંજયભાઈ ગંગારામભાઈ ઉધરેજા એ આઇસર રજીસ્ટર નંબર -GJ-07-YY-5025 વાળાના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ આઇસર રજીસ્ટર નં-GJ-07 -YY-5025 નું પુરઝડપે ચલાવી ફરીયાદીના હવાલાવાળી અતુલ કેરી રીક્ષા નં-GJ-12-AY-1470 ની રોડ ની સાઇડમાં ઉભેલ હોય તેના ઠાઠાના ભાગે ભટકાડી વાહન અકસ્માત કરતા ફરીયાદીના સાસુ લીલાબેન હાકાભાઈ માંગડીયા ઉ.વ-૫૦ વાળાને માથામાં ટાંકા તથા ડાબા ખંભે ફેકચર જેવી ઇજા તથા ફરીયાદીના સાળા નવલભાઈના પત્ની જયશ્રીબેનને જમણા હાથમાં ફેક્ચર જેવી ઇજા તથા ફરીયાદીના સસરા હકાભાઈને શરીરે મુંઢ ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીના સાળા નવલભાઇના દિકરા હરી ઉ.વ-૦૯ વાળાને જમણા પગમાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડતા ચાલુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular