Homeગુજરાતમોરબીઆગ સામે લડવાની કુશળતા ચકાસવા મોરબીમાં ફાયર સેફ્ટી સ્પર્ધા

આગ સામે લડવાની કુશળતા ચકાસવા મોરબીમાં ફાયર સેફ્ટી સ્પર્ધા

મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તા. ૧૦/૦૩/૨૦૨૬ના રોજ એલ.ઈ. કોલેજ બોય્ઝ હોસ્ટેલ ગ્રાઉન્ડ, કેસરબાગ સામે મોરબી ખાતે એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ કટોકટીના સમયમાં ઓછામાં ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવવાની ટેક્નિકલ કુશળતા અને તૈયારીને ચકાસવાનો હતો.

આ સ્પર્ધામાં વિવિધ ટીમો રચવામાં આવી હતી, જેમાં ફાયર જવાનોએ વિવિધ પ્રેક્ટિકલ કામગીરીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. “Quick Response” અંતર્ગત ફાયર ટેન્ડરથી ઘટનાસ્થળ સુધી હોઝ પાઇપ ઝડપથી લંબાવવાની ક્ષમતા બતાવવામાં આવી. “Hose Rolling & Unrolling”માં પાઇપને યોગ્ય રીતે ખોલવા અને ફરી ગોઠવવાની પ્રણાલીનું પ્રદર્શન કરવામાં આવ્યું.

તે ઉપરાંત “Nozzle Operation”માં પાણીના દબાણને નિયંત્રિત કરીને ચોક્કસ નિશાન પર અસરકારક રીતે માર કરવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. “Team Coordination” દ્વારા જવાનો વચ્ચેનો સંકલન અને શિસ્તબદ્ધ કામગીરી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ડ્રીલ દરમિયાન આધુનિક ફાયર ફાઇટિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટાફે High-Pressure Nozzles અને Couplings જોડવામાં પ્રોફેશનલ કક્ષાની ચોકસાઈ દર્શાવી હતી, જે તેમની ટેક્નિકલ સજ્જતાનો પુરાવો પૂરું પાડે છે.

કાર્યક્રમના અંતે વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ જવાનોમાં ઉત્સાહ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને વાસ્તવિક આગ જેવી પરિસ્થિતિમાં તેઓ વધુ અસરકારક રીતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી શકે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular