Homeગુજરાતમોરબીમોરબીમાં યુવકને બે શખ્સોએ આપી માર મારવાની ધમકી ; કુહાડી બતાવી ડરાવવાનો...

મોરબીમાં યુવકને બે શખ્સોએ આપી માર મારવાની ધમકી ; કુહાડી બતાવી ડરાવવાનો પ્રયાસ 

મોરબી શહેરમાં ભત્રીજીને પરેશાન ન કરવા સમજાવતાં યુવાનને બે શખ્સોએ ફોન પર ધમકી આપી કુહાડી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હોય અને ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા એક વ્યક્તિએ આરોપી ધવલ પરમાર અને ગૌતમભાઈ પરમાર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓને અગાઉ પોતાની ભત્રીજીને પરેશાન નહી કરવા બાબતે સમજાવતા આરોપીઓએ ફરીયાદીના સાથીના મોબાઈલ પર ફોન કરી ઝઘડો કરવાની ધમકી આપી તેમજ ફરીયાદીને કુહાડી બતાવી ડરાવી તેમજ લાકડી વડે માર મારવાની ધમકી આપી ફરીયાદીની ભત્રીજી વીશે ફોન પર ગાળો બોલી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular