Homeગુજરાતમોરબીમોરબીમાં દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ નિઃશુલ્ક પ્રદર્શન

મોરબીમાં દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ નિઃશુલ્ક પ્રદર્શન

ઉદ્યોગપતિઓ અને આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં યુવતીઓમાં જાગૃતિ અને સચેતનતા વધે તેવા હેતુથી “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ નિઃશુલ્ક પ્રદર્શન યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ મોરબીના ઉદ્યોગપતિઓ, સામાજિક તેમજ રાજકીય આગેવાનોના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય સ્પોન્સર તરીકે મનોજભાઈ એરવાડિયા (પ્રમુખ, વિટ્રીફાઇલ્ડ એસોસિયેશન મોરબી), જયદીપભાઈ દેત્રોજા (ભાજપ અગ્રણી), અનિલભાઈ વરમોરા (પાટીદાર સમાજ અગ્રણી), કેતનભાઈ વિલપરા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) તથા પી.ડી. કાંજીયા સાહેબ (નવયુગ સ્કૂલ) સહભાગી બન્યા છે. આ આયોજન આર્યવ્રત કોલેજ-મોરબીના સહયોગથી કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢી ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓમાં સજાગતા અને આત્મવિશ્વાસ વધારવાનો છે. આયોજકોના જણાવ્યા મુજબ આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી પરંતુ સમાજ સામે ઉભા થતા કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ અને તેની પાછળની વાસ્તવિકતાઓ અંગે વિચાર કરવા પ્રેરણા આપે છે. યુવતીઓ જીવનમાં યોગ્ય નિર્ણય લઈ શકે, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહે અને પોતાની સુરક્ષા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહિલા સશક્તિકરણ અને સુરક્ષાનો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી આ ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું પ્રદર્શન એક દિવસ માટે કુલ 6 શો સાથે યોજાશે, જેમાં બપોરે 3 વાગ્યે, સાંજે 6 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે શો રાખવામાં આવ્યા છે.

આ આયોજનમાં ખાસ કરીને 25 વર્ષથી નાની દીકરીઓ માટે જ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. રસ ધરાવતી યુવતીઓએ પૂર્વ નોંધણી કરાવવી રહેશે. રજીસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

? 9512410064

? 9687625100

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular