Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકાની કાર્યવાહી: 124 અનધિકૃત બાંધકામો નિયમિત, 50 વિકાસ પરવાનગીઓને મંજૂરી

મોરબી મહાનગરપાલિકાની કાર્યવાહી: 124 અનધિકૃત બાંધકામો નિયમિત, 50 વિકાસ પરવાનગીઓને મંજૂરી

મોરબી મહાનગરપાલિકા દ્વારા મંજૂર તથા અમલી વિકાસ યોજનામાં વિકાસ પરવાનગી તથા ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત અનધિકૃત બાંધકામોને નિયમિત (Regularize) કરવાની આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મહાનગરપાલિકા બન્યા પછીથી અત્યાર સુધી મળેલ તમામ અરજીઓનું નિયમો મુજબ ટેકનિકલ ચકાસણી કરેલ છે. આ પ્રક્રિયા દરમિયાન યોગ્ય માપદંડ પૂર્ણ કરતી અરજીઓ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

આ મુજબ પ્રાપ્ત થયેલ હાલની વિકાસ યોજના વિસ્તારની અરજીઓમાંથી કુલ ૧૨૪ અનધિકૃત બાંધકામોને નિયમિત કરવાની અરજીઓને રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવેલ છે. તદુપરાંત મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગીઓની કુલ ૫૦ અરજીઓનું વિગતવાર ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવેલ છે જેથી શહેરમાં સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ વિકાસ સુનિશ્ચિત થઈ શકે. મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં આવનારી અરજીઓ પર પણ પારદર્શક રીતે કાર્યવાહી કરવામાં આવશે અને તમામ અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular