મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન અવની ચોકડી પાસે કેનાલ નજીકથી બે શખ્સોને લુડો કિંગ ગેમ પર રૂપિયાની હાજરજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીની અવની ચોકડી પાસે કેનાલ નજીકથી લુડો કિંગ ગેમ પર રૂપિયાની હાજરજીતનો જુગાર રમતા બે ઈસમ મહમદભાઇ ઇલ્યાસભાઇ સાઇબાની (ઉ.વ.૨૩) રહે-કબીર ટેકરી શેરી નં-૧ મોરબી તથા મનિષભાઇ જયકિશનભાઇ અનાવડીયા (ઉ.વ.૨૫) રહે-અવની ચોકડી દુકાનમા મુળ રહે-એસ.બી.આઇ બેન્ક વાળી ગલી મીલની ચાલી રતનપર સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ ૧૦૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.