Homeગુજરાતમોરબીહળવદ નજીક ઓવરટેક કરવાની હડબડમાં દુર્ઘટના: ટ્રોલીનું વ્હીલ ફરી વળતાં એક વ્યક્તિનુ... મોરબી હળવદ નજીક ઓવરટેક કરવાની હડબડમાં દુર્ઘટના: ટ્રોલીનું વ્હીલ ફરી વળતાં એક વ્યક્તિનુ મોત By morbisahyognews March 15, 2026 128 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ગોલાસણ રોડ ઉપર બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું ટ્રોલીના વ્હીલ નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં અરવિંદભાઈ અરજણભાઈ માણાવદરીયા વાલાની વાડીએ રહેતા દિનાબેન રેશલીયાભાઈ ભીલ (ઉ.વ.૪૨) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-13-KK-8178 વાળાના ચાલક અજીતભાઈ સુરેશભાઈ ઘાણક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-13 KK-8178 બેફીકરાઇથી પુરઝડપે ચલાવી આગળ જતુ ટ્રેકટર જેના રજીસ્ટર નં-GJ-36 AC-4284 જેની પાછળ જોડેલ ટ્રોલી નં-GJ-13 W-9933 વાળાને ઓવર ટેક કરવા જતા મોટરસાયકલ સ્લીપ ખવડાવી દેતા મોટરસાયકલ પાછળ બેસેલ ફરીયાદીના પતિ રેશલીયા નીચે પડી જતા ટ્રોલીનુ પાછળનુ વ્હીલ છાતી ઉપર ફરી જતા છાતી તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026