Homeગુજરાતમોરબીવાંકનેરમાં ફૂલના હાર બાબતે દુકાનદાર પર હુમલો

વાંકનેરમાં ફૂલના હાર બાબતે દુકાનદાર પર હુમલો

વાંકનેર: વાંકનેરના પુલદરવાજા માર્કેટ ચોકમાં ફૂલહારનો વેપાર કરતા યુવક પર નજીવી બાબતે હુમલો થવાની ઘટના સામે આવી છે. ગ્રાહકને ઓર્ડર મુજબનો હાર પસંદ ન આવતા અને સફેદ ફૂલનો હાર અત્યારે ઉપલબ્ધ ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે તેના સગા-સંબંધિઓ સાથે મળી દુકાનદારને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વેપારીએ વાંકનેર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાવવા ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રહેતા અને ફુલહારનો ધંધો કરતા વિવેકભાઈ વિનોદભાઈ કુણપરા (ઉ.વ.૨૭) એ આરોપી મુન્નાભાઈ કારીયા, મુન્નાભાઇનો દીકરો દેવભાઇ, શનીભાઈ દીલીપભાઈ, ધનાભાઈ કારીયા રહે. બધા વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મુન્નાભાઈએ ફરીયાદીને ફૂલનો હાર બનાવ માટે ઓર્ડર આપેલ હોય તે હાર લેવા આવતા ફરીયાદીને ઓર્ડર મુજબનો હાર નહી બનાવી આપવાનુ જણાવી હાર નહી ખરીદી ફરીયાદીને ૧૦૦/-રૂપીયાનુ આર્થીક નુકશાન કરી બેફામ ગાળો ઢીકા પાટુનો મુઢ માર મારી શરીરે મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય આરોપીઓ પણ પાછળથી આવી ફરીયાદીને જાહેરમા બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular