Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા કલેક્ટરે દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું સઘન નિરીક્ષણ કરાયું

મોરબી જિલ્લા કલેક્ટરે દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું સઘન નિરીક્ષણ કરાયું

મોરબી જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને તેની સંભાવનાઓનો તલસ્પર્શી તાગ મેળવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ડેમ ખાતે ચાલી રહેલા ફિશ કેચ કલ્ચર, માછીમારીની દૈનિક પ્રવૃત્તિઓ તેમજ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન મળે અને આ ક્ષેત્રે થતી કામગીરી વધુ વેગવાન બને તે અંગે અધિકારીઓ સાથે સવિસ્તર ચર્ચા કરી કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular