Homeગુજરાતમોરબીમોરબીમાં આસ્થાનો મહાપર્વ: ધર્મરક્ષા સમિતિ દ્વારા યોજાશે ‘શ્રી રામલીલા અને ભવ્ય રાવણ...

મોરબીમાં આસ્થાનો મહાપર્વ: ધર્મરક્ષા સમિતિ દ્વારા યોજાશે ‘શ્રી રામલીલા અને ભવ્ય રાવણ દહન’ કાર્યક્રમ 

મોરબી: આસ્થા, સંસ્કૃતિ અને પવિત્ર પરંપરાના લોકપ્રિય મહોત્સવ નિમિત્તે મોરબી શહેરમાં એક ભવ્ય અને સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ અને બુરાઈ પર અચ્છાઈના વિજય’ના પ્રતીક સમો ‘શ્રી રામલીલા અને ભવ્ય રાવણ દહન’ કાર્યક્રમ – ૨૦૨૬ આગામી તારીખ ૨૦/૧૦/૨૦૨૬ (મંગળવાર) ના રોજ યોજાવા જઈ રહ્યો છે. ધર્મપ્રેમી જનતામાં આ ઉત્સવને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે.

આ મનોરમ્ય અને ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન ‘ધર્મરક્ષા સમિતિ – મોરબી’ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સામાકાંઠે, મોરબી-૨ સ્થિત એલ. ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. ભવ્ય રામલીલાના નાટ્ય મંચન બાદ પ્રતીકાત્મક રાવણ દહન સાથે ધર્મના વિજયનો જયઘોષ ગુંજી ઉઠશે. મોરબી અને આસપાસના વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અને આકર્ષક પ્રસંગમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular