હળવદ: શહેરના લક્ષ્મીનારાયણ ચોક નજીક વાહન સામસામે આવી જવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ દાદાગીરી આચરી હતી. પરિવાર સાથે ખરીદી કરવા નીકળેલા યુવક પર જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી અપાતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ કરાંચી કોલોનીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા દેવાભાઇ ગાંડુભાઈ સરૈયા (ઉ.વ. ૩૫) એ આરોપી ઇમ્તીયાઝભાઈ યુનુષભાઇ ચૌહાણ, સકિલભાઈ ઇનુષભાઇ ભટ્ટી, સદામ ઉર્ફે ભાણો મુસ્તાકભાઈ શેખ, શાહરૂખભાઈ મહેબુબભાઇ મન્સુરી રહે બધા હળવદ તથા બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાથી પરિવર પોતાની થાર ગાડી લઈને બજારમા રોડ ઉપર જતા હતા ત્યારે આરોપી ઇમ્તીયાઝભાઈ અને સકિલ બન્ને મોટરસાયકલ લઇને સામેથી આવતા વાહન સામસામે આવી જતા બોલાચાલી કરતા હોય ત્યારે અન્ય આરોપીઓ આવી જઈ ફરીયાદિને જાહેરમાં બીભત્સ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી ભોગ બનનારે આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.