Homeગુજરાતમોરબીમોરબી : ખાસ ડ્રાઇવ દરમિયાન ચોરી અને પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા બે આરોપી...

મોરબી : ખાસ ડ્રાઇવ દરમિયાન ચોરી અને પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા

આઇ.જી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ચોરી તથા પ્રોહિબિશનના ગુન્હાના નાસતા ફરતા બે આરોપીઓને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ ગુજરાતના અલગ અલગ જીલ્લામાં રહેતા અને રેન્જના જીલ્લાઓના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુને વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કાર્યરત હતા તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપી અભિષેક અજયભાઇ શર્મા (ઉ.વ.૨૪) રહે.સમસારા લક્ઝરી એપાર્ટમેન્ટ જે ટાવર-૦૦૧ ટી.પી.-૧૩ છાણી જકાતનાકા વડોદરાવાળો વડોદરા ખાતેથી મળી આવતા ભુજ શહેર બી ડીવીપો.સ્ટે.ને સોંપી આપેલ છે.

જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ફરીદાબેન જયંતીભાઇ દેવશીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) રહે. ચીલોડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળીને મોરબી વાંકાનેર ને.હા.રોડ જાંબુડીયા ઓવરબ્રિજ પાસેથી મળી આવતા મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular